Gujarat Budget 2018-19

Published Date: 20/02/2018

રાજય સરકારનુ વર્ષ ૨૦૧૮ -૧૯ નુ રૂ. 1,83,666 કરોડ નું અંદાજ પત્ર રજૂ કરતા નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

રાજયની ઉત્પાદન ક્ષમતામા ૧૩ ટકાની વૃધ્ધિ

ઉત્તમ નાણાકીય વ્યવસ્થાપન અને લૉન ઉપર મદાર ઘટાડવાના પરિણામે વર્ષ 2016-17માં રાજકોશીય ખાધ ઘટીને રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનના 1.42 ટકા થઈ છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે કુલ રૂ. 6,755 કરોડની જોગવાઈ કરવામાં આવી. ખેડૂતોની પ્રગતિ અને કલ્યાણ ગુજરાત સરકારની પ્રાથમિકતા હોઈ, ખેડૂતોને 0 ટકા વ્યાજદારે પાક ધિરાણ મળશે જેના માટે રૂ 500 કરોડની જોગવાઈ કરવામાં આવી.

32,862 હેક્ટર વિસ્તારમાં જમીન અને જળ સંરક્ષણની તેમજ ક્ષારિય અને ભાષ્મીક જમીનોના સુધારણાની કામગીરી માટે રૂ. 548 કરોડ ની જોગવાઈ થકી 249.25 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે. કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓ માટે રૂ. 702 કરોડ ની જોગવાઈ.

ગુજરાત ને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટી કહેવાય છે. દરેક વ્યક્તિ ને તમામ પ્રકારની તકો મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. યુવાઓના રોજગાર અને વ્યવસાયની વ્યાપક તકો પ્રાપ્ત થાય તે માટે રૂ 785 કરોડની માતબર રકમની જોગવાઈ દ્વારા 3.50 લાખ યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ 1 વર્ષ સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ યોજના હેઠળ સ્નાતક યુવાનોને રૂ. 3,000 ડિપ્લોમા ધારકને રૂ. 2,000 અને અન્યોને રૂ. 1,500 પ્રતિ માસ આ પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ યોજના માટે રૂ. 272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતી અને વિકસતી જાતિના નિગમો દ્વારા અંદાજે 5,000 લાભાર્થીઓને સ્વ-રોજગાર અને નાના-પાયાના રોજગાર શરૂ કરવા માટે ધિરાણ આપવા માટે રૂ. 50 કરોડ ની જોગવાઈ.

આગામી વર્ષમાં સરકારના વિવિધ વિભાગોમાં અંદાજીત 30,000 નવી ભરતી કરવામાં આવશે.

શિક્ષણ વિભાગ માટે રૂ. 27,500 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણની પરિસ્થિતિના કાયમી ઉકેલ લાવવાના ઉમદા હેતુથી ફી નિર્ધારણ કાયદો લાવવમાં આવ્યો છે. દેશભરમાં ફી નિયમન ક્ષેત્રે ગુજરાત રાહબર બન્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કુલ 9750.50 કરોડ ની જોગવાઈ મુખ્યમંત્રી અમૃતમ (મા) અને મા-વાત્સલ્ય યોજના હેઠળ વાર્ષિક આવક મર્યાદા રૂ. 2.50 લાખ થી વધારી રૂ. 3 લાખ કરવામાં આવશે તેમજ સારવાર મર્યાદા રૂ. 2 લાખ થી વધારી રૂ. 3 લાખ કરવામાં આવશે.

મહિલા અને બાળકોના પોષણ અને સુખાકારી માટે કુલ 3,080 કરોડની જોગવાઈ. તમામ આંગણવાડીઓમાં 29.31 લાખ બાળકો, 12.73 લાખ કિશોરીઓ અને 7.13 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર પૂરો પાડવા કુલ રૂ. 997 કરોડ ની જોગવાઈ.

ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કુલ 4,410 કરોડની જોગવાઈ. MSME ના વિકાસ માટે વિશેષ યોજનાઓ અંતર્ગત રૂ. 50 લાખ, રૂ. 2 કરોડ અને રૂ. 10 કરોડ સુધીનું મૂડી રોકાણ ધરાવતા એકમોનને સહાય પુરી પાડવા માટે રૂ 843 કરોડની જોગવાઈ.

કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન(KUSUM) અંતર્ગત ખેડૂતોના હયાત એગ્રીકલચર પમ્પને સોલાર પમ્પમાં ફેરવવાની કામગીરી માટે રૂ 20 કરોડની જોગવાઈ. પ્રદુષણ ઘટાડવાના ઉદ્દેશથી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનોના વ્યાપને વધારવા રૂ 10 કરોડની જોગવાઈ

નર્મદા,જળસંપત્તિ,પાણી પૂરવઠા અને કલ્પસર માટે કુલ રૂ 14895 કરોડ ની જોગવાઇ સૌની યોજનાના બીજા તબક્કાની કામગીરી માટે રૂ 1765 કરોડની જોગવાઇ. સૌરાષ્ટ્ર વિસ્તારના ૫૭ જળાશયોના 3,73,000 એકર વિસ્તારમાં સિંચાઇ સુવિધાઓ થશે સુદ્રઢ સુજલામ્ સુફલામ યોજના હેઠળ રરર કરોડની જોગવાઇ

જળાશયોના હયાત કેનાલ માળખાના સુદ્રઢીકરણ માટે રૂ. 380 કરોડની જોગવાઇ. ચેકડેમ, તળાવો ઊંડા કરવા, જળાશયોમાંથી કાંપ દૂર કરવા, રિચાર્જવેલ અને ચેકડેમોની મરામતની કામગીરી માટે રૂ. 257 કરોડની જોગવાઇ. ઉકાઈ કાકરાપાર યોજનાના આધુનિકીકરણ માટે રૂ. 65 કરોડની જોગવાઇ.

ગુજરાતના પનોતા પુત્ર અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ના નિર્માણ માટે કુલ રૂ.899 કરોડનું આયોજન.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કુલ રૂ. 12,500 કરોડ ની જોગવાઈ જાહેર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સ્વર્ણજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 4540 કરોડની જોગવાઇ. પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 1264 કરોડની જોગવાઇOther Blog Posts

Dr. Vijay Radadiya, IT Cell Convener of BJP Surat Mahanagar, Earns PhD in Mechanical Engineering for Research on "Development of Multi-Fiber Reinforced ABS Composite Using Additive Manufacturing"

We are delighted to announce that Dr. Vijay Radadiya, the IT Cell Convener of BJP Surat Mahanagar, has successfully completed his Ph.D. in Mechanical Engineering. His research focused on the groundbreaking topic of "Development of Multi-Fiber Reinforced ABS Composite Using Additive Manufacturing."

#

On the occasion of the 76th Independence Day of the country, a tricolor distribution program and a blood donation camp were held at Bapunagar in the presence of the state president Shri CR Patil ji

On the occasion of the 76th Independence Day of the country, a tricolor distribution program and a blood donation camp were held at Bapunagar in the presence of the state president Mr. CR Patil.

#

Today under the chairmanship of Gujarat State BJP President Shri C.R Patil Ji, workshop on Namo app and social media was organized by BJP Surat Mahanagar

On this occasion, Surat District President Shri Sandeepbhai Desai, MLA Shri Harshbhai Sanghvi, Shri Mukeshbhai Patel and a large number of office bearers and workers were present.

#

Regional training class was organized in the virtual presence of Gujarat State BJP President Shri C.R. Patil ji on the occasion of 'Namo App Abhiyan'

This app is proving to be helpful in conveying the Modi government's welfare policies, schemes, and initiatives to the abandoned citizens of the country.

#